- કરજણ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવારને સુરતથી પહોચાડાતા પૈસા ઝડપાયા
- ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર કારમાં 2 આરોપી રોકડા પૈસા તથા 3 મોબાઈલ સાથે ઝડપાયા
- સુરતના જ્યંતી સરગરીયા નામના બિલ્ડરના રૂપિયા હતા
- ભરૂચ પોલીસે ચૂંટણી પંચ, આવકવેરા વિભાગ અને વડોદરા કલેકટરને જાણ કરી
ભરૂચઃ કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી ભારે ગરમા ગરમી અને રાજકીય ઉથલ પાથલ સર્જી રહી છે. સોમવારે રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પર જુતું ફેકયાના બીજા દિવસે મંગળવારના રોજ કોંગ્રેસના ઉમેદવારને મોકલવાના 25 લાખ કારમાંથી ઝડપાયા હતા. આ પૈસા સુરતના બિલ્ડર પાસેથી લાવવામાં આવ્યા હતા, જેમાં 2 શખ્સો પકડાઈ જતા ભારે હડકપ મચી ગયો છે.
વાહન ચેકીંગમાં નાણા ઝડપાકયા
ભરૂચ DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ સી.બી. સ્ટાફ પોલીસ સાંજે મુલદ ટોલ પ્લાઝા પર વાહન ચેકીંગમાં હાજર હતા. ત્યારે એક કાર સુરત તરફથી આવી રહી હતી જેને શંકાસ્પદ જણાતા કાર રોકી, કારમાં બેસેલ બે વ્યકિતઓની પુછપરછ કરી હતી. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી રોકડા રૂપીયા 25,00,000 ભરેલ થેલી મળી આવેલી હતી. જે રોકડા રૂપીયા બાબતે શંકા જણાતા બંને વ્યકિતઓની સઘન પુછપરછ કરતા તેમને જણાવ્યું કે આ રોકડા રૂપીયા સુરતના જયંતિભાઇ સોહાગીયા પાસેથી લીધા છે અને કરજણના કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાની હોવાનું જણાવ્યું હતું.