ભરૂચઃ સમગ્ર રાજ્યમાં નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે ઈલેક્શન કમિશન અને સંસ્થાઓ પાલિકા-પંચાયતોએ ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિકાસ કમિશનરે 31 જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની બેઠકો નક્કી કરી જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાંથી 28 જિલ્લા પંચાયતની હાલની બેઠકોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભરૂચ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી હતી. જેમાં સ્ટેમ્પ ડ્યૂટી ગ્રાન્ટના કામો સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.