ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળી પહેલા સમારકામ ન થાય તો ખાડાઓને અપાશે ભાજપના નેતાઓના નામ- શમશાદ સૈયદ - ભરૂચ નગર સેવા સદનના સભા ખંડ

ભરૂચઃ દિવાળી પૂર્વે માર્ગોનું સમારકામ ન થાય તો ખાડાઓનું નામકરણ ભાજપના નેતાઓના નામ પરથી કરવા ભરૂચ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ નગર સેવા સદનની આજરોજ મળેલી સામાન્ય સભામાં વિવિધ 35 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં માર્ગોની બિસ્માર પરિસ્થિતિ અને રોગચાળા મુદ્દે કોંગ્રેસ દ્વારા સભામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા બિસ્માર માર્ગ, રોગચાળા મુદ્દે તોફાની બની

By

Published : Oct 18, 2019, 6:21 PM IST

ભરૂચ નગર સેવા સદનના સભા ખંડમાં પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ વિભાગોના 35 કામોને મંજૂરી આપવામાં આવી હતી. સભાની શરૂઆતમાં જ પશ્ચિમ વિસ્તારના રહીશોએ હોબાળો મચાવી પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ કર્યા હતો. તો શહેરમાં બિસ્માર માર્ગો અને ડેન્ગ્યુના કેસમાં વધારાના પગલે રોગચાળાની સ્થિતિ બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

દિવાળી પહેલા સમારકામ ન થાય તો ખાડાઓને અપાશે ભાજપના નેતાઓના નામ- શમશાદ સૈયદ

વિપક્ષ દ્વારા ચીમકી ઉચ્ચરવામાં આવી હતી. કે દિવાળી પૂર્વે જો શહેરના માર્ગોનું સમારકામ નહીં થાય. તો માર્ગો પર પડેલા ખાડાનું ભાજપના નેતાઓના નામ પરથી નામકરણ કરવામાં આવશે. આ સાથે વિપક્ષના સભ્યોએ સભામાં બેનર દર્શાવી શહેરમાં શહીદ સ્મારક માટે જગ્યા ફાળવવા માગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે આજની સામાન્ય સભામાં ભાજપમાં જ ચાલતી જૂથબંધી સામે આવી હતી. ભાજપના જ સભ્ય નિના યાદવે બેસવા માટે ખુરશીન મળતા શાસકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details