ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં પ્રથમ કોવિડ સ્મશાન ઉભું કરાયું - Covid Cemetery

ભરૂચ જિલ્લામાં કોરોના દર્દીની અંતિમ વિધિ માટે સર્જાયેલા વિવાદને લઇ જિલ્લામાં કોવિડ સ્મશાન ગૃહ ઉભુ કરવામાં આવ્યું છે.

 ભરૂચ જિલ્લામાં પ્રથમ કોવિડ સ્મશાન ઉભું કરાયું
ભરૂચ જિલ્લામાં પ્રથમ કોવિડ સ્મશાન ઉભું કરાયું

By

Published : Jul 18, 2020, 10:31 PM IST

ભરૂચઃ જિલ્લામાં કોરોના દર્દીના અંતિમ વિધિ માટે સર્જાયેલા વિવાદને પગલે જિલ્લામાં કોવિડ સ્મશાન ગૃહ ઉભું કરવાનો વહીવટી તંત્રનો નિર્ણય કરવામાંં આવ્યો છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા કિનારે તંત્ર દ્વારા પતરાના શેડ સાથે કોવિડ દર્દીના મૃતદેહના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્યમાનું પ્રથમ કોવિડ સ્મશાન ગૃહ ઉભું કરાયું છે. કોરોના દર્દીના અંતિમ વિધિ માટે સર્જાયેલા વિવાદને લઇ જિલ્લામાં કોવિડ સ્મશાન ગૃહ ઉભું કરવામાં આવ્યું છે. ગોલ્ડન બ્રિજ નર્મદા કિનારે તંત્ર પટારાના શેડ સાથે કોવિડ દર્દીના મૃતદેહના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં કોવિડ દર્દીની અંતિમ વિધિ માટે સર્જાતા વિવાદને લઇ તંત્રએ સરકારી જમીન પર સ્પેશિયલ કોવિડ દર્દીની અંતિમ વિધિ માટે અલાયદું સ્મશાન ગૃહ ઉભું કર્યું છે. ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર ખાતે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં તંત્ર દ્વારા પાકા પ્લેટફોર્મ સાથે પતરાનો શેડ ઉભો કર્યો છે.

જ્યાં કોવિડ દર્દીની અંતિમ વિધિ થઇ શકશે તેમજ નર્મદા નદીના કિનારે પણ તેવો અંતિમ ક્રિયા કરી શકશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જે અંગે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી મોડીયાએ સત્તાવાર જાહેરાત કરી હતી. જિલ્લા ભરૂચ અને અંકલેશ્વર સ્મશાન ગૃહ ખાતે કોવિડ દર્દીઓના મૃતદેહની અંતિમ ક્રિયાને લઇ સ્થાનિક રહીશોએ વિરોધ કરતા સત્તત 3 દિવસ સુધી જિલ્લામાં હંગામો જોવા મળ્યો હતો.

જેને લઇ તંત્રએ આખો વિવાદ ટાળવા અલાયદું કોવિડ સ્મશાનગૃહ ઉભું કર્યું છે. રાજયમાં પ્રથમ વખત કોવિડ દર્દીઓ માટે અલાયદી સ્મશાન ગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details