ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી

ભરૂચ જિલ્લા પંચાયતની ગુરૂવારે સામાન્ય સભા મળી હતી. જેમાં રૂપિયા 20.51 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી
ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી

By

Published : Mar 25, 2021, 5:21 PM IST

  • ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી
  • 20.51 કરોડની પુરાંતવાળા બજેટને અપાય સર્વાનુમતે મંજૂરી
  • રૂપિયા 491.64 કરોડની આવક થવાનો અંદાજ

ભરૂચ:સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપે 22 વર્ષ બાદ પૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે, ત્યારે ચૂંટણી બાદ ગુરૂવારે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ ભરત પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.વી.લટા તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

20.51 કરોડની પુરાંતવાળા બજેટને અપાય સર્વાનુમતે મંજૂરી

આ પણ વાંચો:મહુવા નગરપાલિકાની પ્રથમ બેઠકમાં બજેટને લઈ હોબાળો

રૂપિયા 491.64 કરોડની આવક થવાનો અંદાજ

સામાન્ય સભામાં વર્ષ 2021-22ના રૂપિયા 20.51 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બજેટમાં રૂપિયા 491.67 કરોડની આવક સામે 207.31 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો સત્તાપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:કોડિનાર પાલિકામાં 12 કરોડના વિકાસના કામ વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details