જંબુસરના રિંગ રોડ ઉપર આવેલા ટંકારી ભાગોળ નજીક ક્રેઈન ઇકો કાર પર તૂટી પડતા કારનો ડ્રાઈવર ફસાઈ ગયો હતો. જેથી ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
જંબુસરમાં કાર પર ક્રેઈન પડ્યું, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો - ભરૂચમાં અકસ્માત
ભરૂચ: જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં કાર પર ક્રેઇન પડતા દોડધામ મચી હતી. ડ્રાઈવર કારની અંદર ફસાઇ જતાં, ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
![જંબુસરમાં કાર પર ક્રેઈન પડ્યું, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5788245-thumbnail-3x2-m.jpg)
જંબુસરમાં કાર પર પડી ક્રેઈન, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
જંબુસરમાં કાર પર ક્રેઈન પડ્યું, ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો
જંબુસર શહેરના રિંગ રોડ સ્થિત ટંકારી ભાગોળ પાસે સિમેન્ટ ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી. જેથી ટ્રકને કાઢવા ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. ક્રેઈન ચાલક સિમેન્ટ ભરેલી ટ્રક બહાર કાઢી રહ્યો હતો, તે દરમિયાન ક્રેઈન તૂટી પડ્યું હતું. જેથી ક્રેઈન માર્ગ પરથી પસાર થનારી ઇકો કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.