રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલની સમયસુચકતાએ કારણે ભરૂચ રેલવે સ્ટેશને બે લોકોના જીવ બચાવ્યા હતા. ભરૂચથી સુરત જવા નીકળેલા મૂળ કર્ણાટકના ફારૂક પટેલ તેમના પત્ની અને અને બે માસની બાળકી અસ્મા રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે ફારૂક પટેલ ભરૂચ વિરાર મેમુ ટ્રેનમાં ચડી ગયા હતા. ત્યારે બાળકી માટે ખરીદી કરવા સ્ટોલ ઉપર સબિના તેની પુત્રી સાથે રોકાયા હતા.
ભરૂચ રેલવે સ્ટેશન પર કોન્સ્ટેબલે મહિલા અને બે માસના બાળકનો જીવ બચાવ્યો - ભરૂચ રેલવે સ્ટેશન
ભરૂચઃ શહેરમાં રેલવે સ્ટેશન પર એક મહિલા બે મહિનાના બાળકને લઈ ચાલું ટ્રેને ચઢવા જતી હતી. ત્યારે દરવાજે લટકી પડતાં મહિલાને RPF કોન્સ્ટેબલે જીવના જોખમે બચાવી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

એટલામાં અચાનક ટ્રેન ઉપડી. મેમુ ટ્રેન તરતજ સ્પીડ પકડી લેતાં બાળકી સાથે સબીનાનું ચાલુ ટ્રેનમાં ચડવું મુશ્કેલ બન્યું હતું. પતિએ ટ્રેન શરુ થતાં તરતજ પત્નીને ટ્રેન તરફ આવવા ઈશારો કર્યો. પરંતુ મહિલા ટ્રેન સુધી પહોંચે તે પહેલાં ટ્રેનની ગતિ વધી ગઈ હતી.
ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં મહિલા બાળકી સાથે લટકી પડી હતી. લોકોએ બુમરાણ મચાવતા નજીકથી પસાર થતાં RPF કોન્સ્ટેબલ હિરેન વાણીની નજર મહિલા અને બાળકી પર પડી. કોન્સ્ટેબલે જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી લઇ માતા પુત્રનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન મહિલાના પતિએ ચેઇન પૂલિંગ કરી ટ્રેન અટકાવી પત્ની અને બાળકી તરફ દોડી ગયો હતો. સદનસીબે ઘટનામાં માતા અને પુત્રી બંનેનો આબાદ બચાવ થયો હતો.