ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના કેસેનો આંકડો 100ને પાર, કુલ સંક્રમિતોની સંખ્યા 105

ભરૂચમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસે સદી વટાવી દીધી હતી. આજે બુધવારે નવા 7 કેસો નોધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના કેસેનો આંકડો સોને પાર,  કુલઆંક 105 પર પહોંચ્યો
ભરૂચ જિલ્લામાં કોરોના કેસેનો આંકડો સોને પાર, કુલઆંક 105 પર પહોંચ્યો

By

Published : Jun 17, 2020, 5:02 PM IST

ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસે સદી વટાવી છે. આજે બુધવારે નવા નોંધાયેલા 7 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસ જાણે હવે કાબૂ બહાર જઈ રહ્યો છે. એમ એક પછી એક નવા પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. આજે કોરોના વાઇરસના પોઝિટિવ કેસે સદી પણ વટાવી દીધી હતી. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઇરસના નવા 7 પોઝિટિવ કેસ નોધાયા છે.

આ તમામ કેસ જંબુસરના છે. જેઓને સારવાર અર્થે વડોદોરાની ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જંબુસરમાં જે સ્થળોએથી કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. એ વિસ્તારને તંત્ર દ્વારા કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોંચી છે. જે પૈકી 7 દર્દીના મોત નિપજ્યા છે.

જ્યારે 48 દર્દીઓ સજા થતા રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હજુ 52 લોકો સારવાર હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ મોડી સાંજે ઉમરવાડા ગામના કોરોના પોઝિટિવ વૃદ્ધનું અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details