ભરૂચો : નામચીન બૂટલેગર નયન ઉર્ફે બોબડો કિશોરભાઇ કાયસ્થ દારૂની હેરાફેરીના 4 ગુનામાં વોન્ટેડ હતો. દમણથી વાયા ભરૂચ થઇ વડોદરા સુધી દારૂની હેરાફેરી કરતા વડોદરાના કુખ્યાત બૂટલેગર પરેશ ઉર્ફે ચકાની સાથે નયન લોકડાઉનમાં પણ સક્રિય હતો. અનલોક શરૂ થતાં જ નયન ફરી એક્ટિવ થતા પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને નયનની ધરપકડ કરવામાં આવી હતી.
ભરૂચના નામચીન બુટલેગરે કોરોનાને આપી માત - GUJARAT POLICE
ભરૂચના નામચીન બુટલેગરે કોરોનાને માત આપી સ્વસ્થ થતા પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતેથી જ તેનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના નામચીન બુટલેગરે કોરોનાને આપી માત
આ તકે ધરપકડ બાદ કોર્ટના આદેશથી તેના સેમ્પલ લેવામાં આવતા નયનને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો. જો કે તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેને ડીસ્ચાર્જ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસે તેનો સિવિલ હોસ્પિટલ ખાતેથી જ કબ્જો મેળવી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.