ભરૂચ સિવિલ હૉસ્પિટલના સત્તાધીશોની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હૉસ્પિટલના વેસ્ટ સ્ટોરેજમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. શુક્રવારના રોજ સવારના સમયમાં હૉસ્પિટલનાં સફાઈ કામદાર વેસ્ટ રૂમમાં ગયા હતા. ત્યારે એક આધેડને બે શુદ્ધ અવસ્થામાં જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતાં.
ભરૂચ સિવિલ હૉસ્પિટલના વેસ્ટ સ્ટોરેજમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર - સિવિલ હૉસ્પિટલ
ભરૂચઃ સિવિલ હૉસ્પિટલનાં વેસ્ટ સ્ટોરેજમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતકના હાથ પર વેઇન ફલો મળી આવતાં મૃતક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
આ અંગે સિવિલ હૉસ્પિટલનાં સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તબીબોએ તપાસ કરતા આધેડ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક વ્યક્તિના હાથ પર વેઇન ફલો લગાવવામાં આવી હતી. આથી તે સિવિલ હૉસ્પિટલમાં જ સારવાર અર્થે દાખલ થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. મૃતદેહ વેસ્ટ રૂમમાં કેવી રીતે આવ્યો સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.
આમ, સિવિલ હૉસ્પિટલમાં દાખલ વ્યક્તિનો મૃતદેહ વેસ્ટ રૂમમાંથી મળી આવતાં સિવિલ પ્રસાશનની બેદરકારી સામે આવી છે. જેથી સ્થાનિકો તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે. ત્યારે હૉસ્પિટલ તંત્ર પરિસ્થિતિ અંગે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યું નથી.