ગુજરાત

gujarat

ETV Bharat / state

6 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર નરાધમ ઝડપાયો - Bharuch news

ભરૂચઃ દહેજના વડદલા ગામે 6 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર નરાધમ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

etv
6 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર નરાધમ આરોપી ઝડપાયો

By

Published : Jan 20, 2020, 7:22 PM IST

વાગરા તાલુકામાં આવેલાં અને દહેજ નજીકના વડદલા ગામે રહેતાં એક લેબરે તેના જ મુકાદમના 6 વર્ષના માસુમ પુત્રનું અપહરણ કરી બાદમાં સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરી હત્યા કર્યાંનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો.

6 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર નરાધમ આરોપી ઝડપાયો

વડદલા ગામે રહેતા અને કોન્ટ્રાકટના વ્યવસાય સાથે સંકળાયેલ વીરેન્દ્ર પ્રજાપતિનો 6 વર્ષનો બાળક ક્રિષ્ના શનિવવારના રોજ બપોરથી ગુમ હતો. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઈ જ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.

દહેજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા બાળક મિથુન કેવટ નામના વ્યક્તિ સાથે જોવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે મિથુનની અટકાયત કરી કડક પૂછતાછ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી.

મીથુન બાળકને રમાડવાના બહાને નજીકમાં આવેલા રોયલ રેસીડન્સીના એક મકાનમાં લઇ ગયો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું,બાળક આ અંગે કોઈને કહી દેશેની શંકાએ તેણે બાળકની ગળે ટૂંપો દઈ હત્યા કરી દીધી હતી અને મૃતદેહ બાથરૂમમાં મૂકી દીધો હતો. પોલીસે નરાધમ આરોપી મિથુન કેવટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details