ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા - ભરૂચમાં કોરોનાના કેસ

કોરોના વાઇરસ સમગ્ર રાજ્યમાં સતત્ત વધી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. ભરૂચ શહેરમાં 5 ,જંબુસરમાં 3 અને અંકલેશ્વર તથા આમોદમાં કોરોનાનો 1-1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જે બાદ જિલ્લામાં કોરોના પોઝિટિવની કેસ સંખ્યા 171 થઇ ગઇ છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Jun 24, 2020, 4:41 PM IST

ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કોરોના કેસની સંખ્યા 171 પર પહોંચી ગઇ છે.

છેલ્લા 1 અઠવાડિયાથી પ્રતિદિન 10થી વધુ કેસ કોરોનાના નોંધાઇ રહ્યા છે, ત્યારે બુધવારે પણ ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ભરૂચ શહેરમાં 5, જંબુસરમાં 3 અને અંકલેશ્વર તથા આમોદમાં કોરોનાનો 1-1 પોઝિટિવ કેસ મળી આવ્યો હતો.

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા જવાહરનગર, સર્વોદય સોસાયટી, બોલાવ વિસ્તારમાં આવેલા રૂદ્રેશ રેસીડન્સી, શેરપુરા વિસ્તારમાં આવેલા વસીમવિલા અને ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા હરિદ્વાર સોસાયટીમાં કોરોનાના પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

અંકલેશ્વરના નવી દીવી, આમોદ અને જંબુસરના ખાનપુર સહિતના ગામોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ હોવાનું બહાર આવતા તેઓને સારવાર અર્થે સ્પેશિયલ કોવીડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 171 પર પહોંચી છે, જે પૈકી 6 દર્દીના મોત નીપજ્યા છે ,તો 88 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

જોકે હજુ પણ ભરૂચ જિલ્લામાં 67 દર્દીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details