ભરૂચ : સરકાર દ્વારા કાર્યરત અવિરત સેવાયજ્ઞમાં મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, સદગુરુ પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત તથા ભુજ મંદિરના સર્વે સંતોની પ્રેરણાથી એક આહુતિથી સ્વામિનારાયણ મંદિર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
ભૂજ સ્વામીનારાયણ મંદિરે મુખ્યપ્રધાનને 51 લાખનો ચેક અર્પણ કર્યો - bhuj
કોરોનાની મહામારી સામે લડવા માટે સમગ્ર દેશમાંથી દાનનો ધોધ વરસી રહ્યો છે, ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા મંદિર તરીકે જાણીતા ભૂજ સ્વામીનારાયણ મંદિર દ્વારા રૂપિયા 51 લાખનો ચેક રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપાયો હતો.
સ્વામીનારાયણ મંદિરે મુખ્યપ્રધાનને 51 લાખનો ચેક અર્પણ કર્યો
આ તકે કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે જયારે પણ કચ્છ અને દેશ દુનિયામાં મદદની જરૂરિયાત પર ભાર મુકાયો છે, ત્યારે ભૂજ સ્વામીનારાયણ મંદિર દ્વારા શકય તમામ રીતે સહયોગ સંકલન અને સધિયારો અપાયો છે.