ભરૂચઃ કેનેડાના નાયગ્રા ફોલ નજીક ડૂભી જતા ભરૂચના યુવાનનું શંકાસ્પદમોત નીપજ્યું હતું. ભરૂચના શેરપુરા ડુંગરી રોડ પર આવેલ પ્રેસિડેન્ટ પાર્ક સોસાયટીમાં રહેતા સિરાજ નબીપુરવાલાનો પુત્ર સમીર નબીપુરવાલા દોઢ વર્ષ પૂર્વે મેડિકલના અભ્યાસ માટે કેનેડા ગયો હતો, તે કેનેડાના ઓન્ટોનીયો સિટીમાં આવેઅલ બ્રોક યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યો હતો.
કેનેડાના નાયગ્રા ફોલ નજીક ડૂબી જતા ભરૂચના યુવાનનું શંકાસ્પદ મોત
કેનેડાના નાયગ્રા ફોલ નજીક ડૂબી જતા ભરૂચના યુવાનનું શંકાસ્પદ મોત થયું છે. બર્થ ડે પાર્ટીના સેલિબ્રેશન દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.
કેનેડાના નાયગ્રા ફોલ નજીક ડૂબી જતા ભરૂચના શંકાસ્પદ યુવાનનું મોત
ગતરોજ તેના ક્લાસમેટની બર્થ ડે પર ફ્રેન્ડ સર્કલ નાયગ્રા ફોલ નજીક તેમનું ગ્રૂપ બર્થ ડે પાર્ટી સેલીબ્રેટ કરવા ગયું હતું. તે દરમિયાન કોઈક કારણોસર સમીર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ અંગેની જાણ ત્યાંના પ્રશાસનને થતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
જો કે, મોડે સુધી સમીરનો કોઈ પત્તો લાગ્યો નહતો. આ અંગેની જાણ ભરૂચ ખાતે રહેતા સમીરના પરિવારજનોને થતા શોકનું મોજું ફરી વળ્યું હતું.
Last Updated : Jun 9, 2020, 7:18 PM IST