- સ્ટેટ મોનીટરીંગ સેલે દહેજમાં કેમિકલના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ
- 5 ટેન્કર સાથે 1 કરોડ ઉપરાંતના મુદામાલને કરવામાં આવ્યો સીઝ
- આ કાળા કારોબારમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
ભરૂચ:દહેજ Dahej માં સ્ટેટ મોનીટરીંગ સેલ State Monitoring Cellએ કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી 5 ટેન્કર સાથે 1 કરોડ ઉપરાંતના મુદામાલને સીઝ કરી 7 આરોપીઓની ધરપકડ કરી છે. કેમિકલ ચોરીના વેપલામાં GIDCમાંથી નીકળતા કેમિકલ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી ઉદ્યોગોને વેચવામાં આવતું હતું.
આ પણ વાંચો:ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મેવાત ગેંગના રીઢા ગુનેગારની કરી ધરપકડ
કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દહેજમાં વેલસ્પન કંપની નજીક આવેલ માલવા પંજાબ હોટલ પાછળ કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે મોડી રાતે રેડ કરવામાં આવી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 5 ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી. ટેન્કરના વાલ્વ ઉપર લાગેલા સીલ ઢીલા કરી ધીમીધારે ટપકતા કેમિકલને બેરલોમાં ભરવામાં આવતું હતું.
દહેજમાં કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલે 5 કેમિકલ ટેન્કર અને પીકઅપ વેન સહીત 1 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. કેમિકલ કંપનીમાંથી રવાના થાય ત્યારે જેતે સ્થળના સ્થાને સીધું કેમકીલાં ચોરીના અડ્ડા ઉપર લઈ જઈ તેમાંથી ચોરી કરાતી હતી.
આ પણ વાંચો:ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ, 9 ટ્રસ્ટીઓની ધરપકડ
કેબિનમાં વજનની વધ-ઘટથી ખેલાય છે ખેલ
ટેન્કર ચાલક અને ક્લીનર ટેન્કર લોડિંગ કરવા જાય ત્યારે ટેન્કરની કેબિનમાં તમામ વજનદાર ચીજ બહાર કાઢી નાખે છે.આ બાદ ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેટલા વજનના પાણીના કેરબા, વજનદાર ચીજ અથવા ભારે પથ્થર મૂકી દેવાય છે. કેમિકલ ટેન્કરના વજનની ગણતરીના અર્ધ લોડિંગ – અનલોડીંગ થાય છે જયારે તેમાં બાષ્પીભવનની છૂટ પણ અપાય છે. આ તફાવતનું કેમિકલ ચોરી કરાય છે.
ચોરીના કેમિકલ માટે ગોડાઉન બનાવાયું
કેમીકલ ચોરોએ દહેજની સુવા ચોકડી નજીક વિશાળ ગોડાઉન બનાવ્યું હતું. પોલીસે આ ગોડાઉન ઉપર છાપો માર્યો ત્યારે 150 બેરલ જેટલું કેમિકલ સ્ટોર કરાયું હોવાનો પર્દાફાશ થયો હતો. આ કેમિકલ ફાયર સેફટીની કોઈપામ ચોકસાઈ વિના રખાયું હતું જેમાં આગની ઘટના બને તો મુશ્કેલીનું સ્વરૂપ ધારણ કરે તેવો ભય હતો.