ભરૂચઃ કોરોના વાયરસની સ્થિતિના પગલે ભરૂચ નગર સેવા સદને જાહેરમાં થુંકનારા લોકો પર તવાઈ બોલાવવાનું શરુ કર્યું છે. નગર પાલિકાએ જાહેરમાં થૂંકી ગંદકી ફેલાવનારા લોકો પાસે એક જ દિવસમાં રૂપિયા 2,200નો દંડ વસુલ્યો હતો.
ભરૂચમાં જાહેરમાં થૂંકતા પકડાયા તો હવે તમારી ખેર નથી - ભરૂચ નગરપાલિકા
ભરૂચઃ કોરોના વાયરસની સ્થિતિના પગલે ભરૂચ નગર સેવા સદને જાહેરમાં થુંકનારા લોકો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે. નગર પાલિકાએ જાહેરમાં થૂંકી ગંદકી ફેલાવનારા લોકો પાસે એક જ દિવસમાં રૂપિયા 2,200નો દંડ વસુલ્યો હતો.
હાલ કોરોના વાયરસનો વાવર ચાલી રહ્યો છે, ત્યારે તંત્ર રોગના ફેલાવાને અટકાવવા પગલા ભરી રહ્યું છે. લોકો જાહેરમાં ગમે ત્યાં થૂંકી ગંદકી ફેલાવતા હોય છે, જેના કારણે રોગચાળાની શક્યતા રહેલી છે, ત્યારે ભરૂચ નગર સેવા સદને જાહેરમાં થૂંકી ગંદકી ફેલાવનારા તત્વો સામે પગલા ભરવાનું શરૂ કર્યું છે. ભરૂચ નગર સેવા સદનના 11 વોર્ડમાં સેનેટરી ઇન્સ્પેકટર અન્ય કર્મચારીઓ સાથે ચેકીંગમાં નીકળે છે અને આવા તત્વો સામે પગલા ભરે છે.
નગર સેવા સદને જાહેરમાં થૂંકી ગંદકી ફેલાવતા તત્વો પાસે એક જ દિવસમાં રૂપિયા 2,200નો દંડ વસુલ કર્યો છે. જાહેરમાં થૂંકતા પ્રથમવાર પકડાયા તો 50 રૂપિયા દંડ અને વારંવાર પકડાયા તો રૂપિયા 2,200 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આથી ભરૂચમાં જાહેરમાં થૂંકતા પહેલા ચેતી જજો.