- નર્મદા નદીના કિનારે બનવાયું છે સ્પેશિયલ કોવિડ સ્મશાન
- અત્યાર સુધીમાં 500થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા
- સ્પેશિયલ ગોબર સ્ટિકથી કરાઈ છે અંતિમ સંસ્કાર
ભરૂચ: કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતકોના અંતિમ સંસ્કાર માટે નર્મદા નદીના કિનારે સ્પેશિયલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. જ્યાં અત્યાર સુધીમાં 500થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ભરૂચમાં હોલિકા ઉત્સવમાં વિવિધ સંસ્થાઓના પ્રયાસથી ઠેર ઠેર વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં લાકડાના સ્થાને ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલી સ્ટીકનો ઉપયોગ થયો હતો. ત્યારે આ પ્રકારનો પ્રયોગ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં પણ કરવામાં આવ્યો હતો. કોવિડ સ્મશાનમાં એક મૃતદેહને ગોબર સ્ટીકના ઉપયોગથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જેમાં 200 કિલો ગોબર સ્ટીકની જરૂર પડી હતી.
આ પણ વાંચો:કચ્છમાં છાણ અને ગૌમુત્રના મિશ્રણ સાથે બનેલી સંજીવની રાખડી લોકોને ઊર્જા આપશે