ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ ખાતે સેક્ટર સ્પેશીફીક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો - ભરૂચમાં રોજગાર મેળો

ભરૂચઃ શહેરમાં સેક્ટર સ્પેશીફીક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

fair

By

Published : Sep 27, 2019, 3:24 PM IST

ભરૂચ જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે સેક્ટર સ્પેશીફીક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ, આ સેક્ટર સ્પેશીફીક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળામાં 25 જેટલા યુવક-યુવતિઓને પ્રધાન ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોના હસ્તે રોજગાર નિમણૂંકપત્ર તેમજ એપ્રેન્ટીસપત્ર એનાયત કરાયા હતા. આ ભરતી મેળામાં 38 જેટલી વિવિધ કંપનીઓમાં 2100 જેટલી જગ્યા નોટીફાઈડ થઇ હતી.

ભરૂચમાં રોજગાર મેળો
ભરૂચમાં રોજગાર મેળો
ભરૂચમાં રોજગાર મેળો
ભરૂચમાં રોજગાર મેળો
ભરૂચમાં રોજગાર મેળો

આ પ્રસંગે સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બેરોજગાર યુવાનોને રોજગારી આપવા કટિબધ્ધ હોવાનું જણાવી સરકાર ધ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અમલમાં મુકી બેરોજગારોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. તેમણે રાજ્ય સરકાર ધ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં બેરોજગારોને પુરી પાડવામાં આવેલી રોજગારીની આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે, એપ્રેન્ટીસ ભરતીમાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર વન છે. તેમણે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવક-યુવતિઓની સાથે ધોરણ-10 અને 12 આઈ.ટી.આઈ. પાસ કરેલ ઉમેદવારોને પણ રોજગારીની પુરતી તકો મળે એવો રાજ્ય સરકારનો અભિગમ છે. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત તમામ રોજગારવાંચ્છુ યુવક-યુવતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details