ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં તખતેશ્વર મહાદેવની ટેકરી પરથી લોકોએ સૂર્યગ્રહણને નિહાળ્યું - સૂર્યગ્રહણ 2019

ભાવનગર: 2019નું અંતિમ સૂર્યગ્રહણ હોવાથી દુનિયામાં ગુરુવારે ગ્રહણ નિહાળવામાં આવ્યું હતું. ભાવનગરમાં જુદા જુદા સ્થળોએ સૂર્યગ્રહણ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તખતેશ્વર મહાદેવના મંદિરની ટેકરી પરથી લોકોએ ખગોળીય નજારો નિહાળ્યો હતો.

bhvanagar
ભાવનગર

By

Published : Dec 26, 2019, 8:53 PM IST

આ ગ્રહણને ભાવનગર પણ આંશિક દેખાયું હતું. આ સુર્યગ્રહણને વિજ્ઞાનિક અને સુરક્ષિત રીતે નિહાળવા માટે ગુજકોસ્ટ આયોજિત કલ્યાણ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભાવનગરમાં તખતેશ્વર મંદિર અને નારી ગામ પાસે પ્રાદેશિક વિજ્ઞાન મ્યૂઝિયમ ખાતે સૂર્યગ્રહણ નિહાળવા માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં તખતેશ્વર મહાદેવની ટેકરી પરથી લોકોએ સૂર્યગ્રહણને નિહાળ્યું

આ સંસ્થા દ્વારા લોકો સુર્યગ્રહણનું દૂરબીન, સોલાર ફિલ્ટર્સ, પિન-હોલ કેમેરા, તેમજ યુટ્યુબ અને ફેસબુક પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિહાળવા માટે શાળાના બાળકો, કોલેજના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને એક ખગોળીય ઘટના નિહાળી રોમાંચિત થયા હતા. તખતેશ્વર મંદિર કે, જ્યાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત વડીલો પણ આ ઘટના નિહાળવા આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details