ગુજરાત

gujarat

ETV Bharat / state

Death from snake bite in Bharuch : આ ગામમાં વરસાદે ઉજાડી માતાની ગોદ, 7 વર્ષની બાળકી આ રીતે બની ભોગ - ભરુચ સિવિલ હોસ્પિટલ

વરસાદ વરસતાં (Rain in Bharuch) જમીનમાં રહેલા સરિસૃપો બહાર નીકળ્યાં છે. ઘરઆંગણે રમતી 7 વર્ષીય સ્નેહલ સોલંકીને સાપે ડંખી લેતાં મોત થયું હતું. જેને સારવાર માટે સિવિલમાં લાવતા જ ફરજ પરના તબીબે બાળકીને મૃત (Death from snake bite in Bharuch)જાહેર કરી. આ બાળકી ભરૂચ જિલ્લાના અંભેટા ગામની હતી જ્યાં આ બનાવ બન્યો હતો.આમ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ આ કરુણ બનાવ (Ambheta Girl death by Snake Bite) સામે આવ્યો છે.

Death from snake bite in Bharuch : આ ગામમાં વરસાદે ઉજાડી માતાની ગોદ, 7 વર્ષની બાળકી આ રીતે બની ભોગ
Death from snake bite in Bharuch : આ ગામમાં વરસાદે ઉજાડી માતાની ગોદ, 7 વર્ષની બાળકી આ રીતે બની ભોગ

By

Published : Jun 13, 2022, 8:08 PM IST

ભરૂચ : ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે વરસાદના પ્રારંભથી (Rain in Bharuch)જ જમીનમાં રહેલા સરિસૃપો બહાર નીકળી રહ્યા છે. દહેજ પંથકના અંભેટા ગામે સાપે 7 વર્ષિય બાળકીને ડંખ મારતા બાળકીનું કરુણ મોત (Death from snake bite in Bharuch)થતા પરિવારમાં શોકનું (Ambheta Girl death by Snake Bite )મોજું ફરી વળ્યું છે.

ઘરઆંગણે રમતી 7 વર્ષીય સ્નેહલ સોલંકીને સાપે ડંખી લેતાં મોત થયું હતું

આ પણ વાંચોઃ પહેલી વખત જોયુ સાપ બન્યો સાપનો કોળીયો: સ્નેક રેસ્ક્યૂ મેન સત્યમ

શું બન્યું - ભરૂચ જિલ્લાના દહેજ પંથકના અંભેટા ગામના પરમાર ફળીયામાં રહેતા સુનીલભાઈ સોલંકીની સાત વર્ષીય બાળકી પોતાના ઘરમાં ફ્રીજ ખોલી પાણી પીવા ગઈ હતી. તે દરમિયાન ઝેરી સાપે તેને પગના ભાગે ડંખ મારી લેતા તેણીએ (Ambheta Girl death by Snake Bite) બૂમાબૂમ કરી હતી. બાળકીએ સાપે ડંખ માર્યો હોવાની જાણ તેની માતાને કરતા માતા તરત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ (Bharuch Civil Hospital) ખાતે બાળકીને લાવતા ફરજ પરના તબીબોએ બાળકીને મૃત (Death from snake bite in Bharuch)જાહેર કરી હતી. માતાના હૈયાફાટ રૂદનથી સિવિલ હોસ્પિટલમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ શું તમે કોબ્રા સાપને ક્યારે આ વસ્તું આરોગતા જોયો છે, જો ન જોયો હોય તો આ વીડિયોમાં જોઇ લ્યો...

માતાના દુઃખથી ગમગીન બન્યો હોસ્પિટલનો માહોલ -ગણતરીની મિનિટોમાં જ પોતાની દીકરી માતાથી હંમેશ માટે દૂર જતી (Ambheta Girl death by Snake Bite) રહેતા માતાએ પણ હૈયાફાટ રૂદન સાથે દુઃખ વ્યક્ત કર્યો હતું. ભરૂચ જિલ્લામાં વરસાદ (Moonsoon Gujarat 2022)સાથે જમીનમાં રહેલા સરિસૃપો પણ જીવલેણ બની રહ્યા છે. એક માતાએ પોતાની સાત વર્ષની માસૂમ દીકરી (Death from snake bite in Bharuch)ગુમાવતા હૈયાફાટ રૂદન સાથે તે પોતાની મૃત્યુ પામેલી માસૂમ બાળકીને વ્હાલ કરતી જોવા મળી હતી. બાળકીના મોતના પગલે સિવિલ હોસ્પિટલના(Bharuch Civil Hospital) સત્તાધીશોમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details