ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત માથે મોટું જોખમ?, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

હવામાન વિભાગની આગાહીના (Meteorological Department Forecast) પગલે દરિયા કાંઠે સિગ્નલ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયા કાઠા આસપાસ માછીમારો તેમજ વસવાટ કરતા લોકોને પણ ચેતવણી (Signal Along Coast with Rain) આપવામાં આવી છે. ત્યારે આજે ભરૂચ વિસ્તારનું (Rainfall Forecast in Bharuch) વાતાવરણ પર નજર કરીએ.

ગુજરાત માથે મોટું જોખમ?, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાત માથે મોટું જોખમ?, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

By

Published : Jun 28, 2022, 2:03 PM IST

Updated : Jun 28, 2022, 4:03 PM IST

ભરૂચ :હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના (Meteorological Department Forecast) દરિયાકાંઠે ચેતવણી કરવામાં આવી છે. મોટાભાગના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં (Signal Along Coast with Rain) આજરોજ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી પડી હતી. તેમજ ધીમી ગતિએ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. ધીમી ગતિએ પવન પણ ચાલી રહ્યો છે જેના પગલે સમગ્ર ભરૂચ જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

આ પણ વાંચો :હવે જિલ્લામાં વરસાદનું આગમન, બંને કાંઠે વહેતી થઈ નદીઓ

ભરૂચમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ફોજ -અરબી સમુદ્રમાં લો પ્રેશરની (Rainfall Forecast in Bharuch) અસર સર્જાયા હવામાન વિભાગ દ્વારા દરિયા કાંઠાના વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે. દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની (Rainfall Update in Gujarat) આગાહી પગલે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે. સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે..

આ પણ વાંચો :જૂનાગઢના માંગરોળને વરસાદે ધમરોળ્યું, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પાણી

ભરૂચના દહેજ ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવાયું -આ ઉપરાંત હવામાન વિભાગની આગાહીના પગલે દરિયામાં માછીમારીકરતા લોકોને દરિયો ખેડવાની ના પાડવામાં આવી છે. સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં લોકો ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. ભરુચના જખૌ, માંડવી, મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ જેવા દરિયા કાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની (Coastal Alert for Rain) ઝડપે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના જોવા મળી છે.

Last Updated : Jun 28, 2022, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details