ગુજરાત

gujarat

ETV Bharat / state

અહેમદ પટેલના નામની અટકળો વચ્ચે ભરૂચમાં કોંગ્રેસે ઉતાર્યો આ મુસ્લિમ ઉમેદવાર - ahemad patel

ભરૂચઃ લોકસભા ચૂંટણીની ઉમેદવારના નામની જાહેરાતને લઈને છેલ્લા લિસ્ટમાં જેના નામની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. તેનો અંત આવ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેેસે પોતાના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણની જાહેરાત કરી છે.

અહેમદ પટેલ સાથે શેરખાન પઠાણ

By

Published : Apr 4, 2019, 5:14 PM IST

કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ છે, ત્યારે તેમના નામની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી કાર્યકરો અને સમર્થકોએ ઉજવણી કરી હતી. જોકે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ છેલ્લા 10 વર્ષથી રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા યુવા ચેહરાની પસંદગી કરવામાં આવી છે. ભરૂચ ખાતે ભારે કસમકસ બાદ યુવા નેતાની પસંદગી કરાતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે.

ભરૂચ બેઠકના કોંગ્રેેસ ઉમેદવાર શેરખાન પઠાણ

કોંગ્રેસના શેરખાન પઠાણ યુથ કોંગ્રેસના પ્રમુખ અને યુવા હોવાથી આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ પણ સારું ધરાવે છે, ત્યારે ગુરુવારના રોજ શેરખાન પઠાણ પોતનું ઉમેદવારી ફોર્મ ભરશે. જોકે ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસના યુવા ચેહરો આવવાથી ભરૂચ લોકસભ બેઠક પર રસાકસી જોવા મળશે.

મહત્વનું છે કે, ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અહેમદ પટેલને ટિકિટ આપે એવી અટકળો હતી, પરંતુ હવે આ અટકળોનો અંત આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details