ભરૂચ સબજેલમાં બે દિવસ પહેલા બે કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ કેટલાક કેદીઓએ ભૂખ હડતાલ ઉતર્યા હતા. જેમાં સબજેલના કર્મચારીએ સાત કેદીઓ સામે ભૂખ હડતાળનું કાવતરું, જાનથી મારી નાખવાની ધમકી અને સરકારી કામમાં અડચણ ઉભી કરતા તેમણે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ સબજેલમાં કેદીઓની ભૂખ હડતાલ, 7 કેદી સામે ગુન્હો નોંધાયો - bharuch latest news
ભરૂચ સબજેલમાં ભૂખ હડતાલનું કાવતરું રચવા પર સાત કેદીઓ સામે બી ડિવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો. કેદીઓ વચ્ચે આંતરિક તકરાર બાદ બે બેરેકના કેદીઓએ ભૂખ હડતાલ કરી હતી. જો કે હાલ હડતાલ પરત ખેંચી લેવામાં આવી છે.
બે કેદીઓ વચ્ચે થયેલી મારામારી બાદ હાંસોટ મર્ડર કેસના આરોપી શફી ઉર્ફે પપ્પુ ખોખર, પીન્ટુ ખોખર અને સરફરાજ ઘડીયાળી સહિત સાત જેટલા કેદીઓ જેલરની કેબીનમાં ધસી ગયા હતા અને તેમની સાથે ઉદ્ધતાઈભર્યૂં વર્તન કર્યું હતું અને જમવાનું લેવાનું પણ ના કહી હતી. આ સાથે જ અન્ય બે બેરેકના કેદીઓને પણ જમવાનું ન લેવા માટે ઉશ્કેર્યા હતા. જેના પગલે બે દિવસ સુધી કેટલાક કેદીઓએ ભૂખ હડતાલ કરી હતી.
આ બાબતે જેલના કર્મચારી બાલુ સોમા માછીએ સાત કેદીઓ સામે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે, જો કે, કેદીઓ દ્વારા ભૂખ હડતાલ પરત ખેંચી લેવામાં આવી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.