ભરૂચઃ દેશ અને રાજ્યાં હાલમાં કોરોના વાઈરસની પરિસ્થિતિ વિકટ બની રહી છે. તંત્ર દ્વારા પણ સત્વરે આરોગલક્ષી સેવાઓ ઉભી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલમાં અઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ કોરોના વાઈરસ સામે લડત માટે ફાળવવામાં આવી - sevashram hospital will be use against corona
કોરોના વાઈરસ માટે જિલ્લાના શંકાસ્પદ કેસોની તપાસ માટે અને કોરોનાનાં સંકટને ટાળવા સેવાશ્રમ હોસ્પિટલને ફાળવવામાં આવી છે.

કોરોના સંકટને ટાળવા ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં ફાળવવામાં આવી
હવે તંત્ર દ્વારા શહેરની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે પણ કોરોના વાઈરસ સામે લડત લડવા આરોગ્ય સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટે સેવાશ્રમ હોસ્પિટલની ફાળવણી કરી દેવામાં આવી છે. સેવાશ્રમ હોસ્પિટલ તેના કમ્પાઉન્ડમાં આવેલા રોટરી ડાયગનોસ્ટીક સેન્ટર ખાતે કાર્યરત રહેશે.