અંકલેશ્વર:ગત 22 મી જાન્યુઆરી ના 2016 ના રોજ સારંગપુર ગામ ખાતે રહેતા અને મૂળ(Sessions court sentences life imprisonmen) પંચમહાલ જિલ્લાના છાયણા ગામના મહેન્દ્રભાઈ રુમાલભાઈ બારીયા ની પદ્માવતી નગર નજીક બાઈક સ્લીપ થતા મોત નીપજ્યું હોવાની ફરિયાદ મૃતકના ભાઈ રમણભાઈ એ નોંધાવી હતી. જો કે સગા સંબંધીઓ ને ઘરમાં દીવાલ અને રસોડા માં લોહી ના ડાઘ જોવા મળ્યા હતા. પોસ્ટ મોર્ટમ ના રિપોર્ટ માં પણ મૃતક મહેન્દ્રભાઈનું મોત અકસ્માતથી નહિ પણ હત્યાથી થયું હોવાનું સામે આવ્યું હતું. જે આધારે જીઆઇડીસી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતક મહેન્દ્ર બારીયાની પત્ની ધર્મિષ્ઠાબેન ને છાયણાગામના જ ભલાભાઇ બારીયા સાથે પ્રેમ સંબંધ હતો.
વતન પણ પહોંચ્યો ન હતો:આ વાતની જાણ ગામમાં થઈ જતા પંચાયત બોલવી આ બાબતે ચેતવણી (wife and lover who killed husband )આપી હતી જે બાદ મૃતક મહેન્દ્રભાઈ તેની પત્ની ધર્મિષ્ઠા સાથે અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે રહેવા આવ્યા હતા અને ભલા બારીયાની તપાસ કરતા તે મોરબી થી વતન જવાનું કહી 20 જાન્યુઆરી ના રોજ નીકળ્યા હતા પણ વતન પણ પહોંચ્યો ન હતો. જે આધારે શંકા પ્રબળ બનતા જીઆઇડીસી પોલીસે ધર્મિષ્ઠા અને તેના પ્રેમી ભલા બારીયાની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ માં બંન્ને એ ભેગા મળીને પતિ મહેન્દ્ર ની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.