ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા અંતિમ ચરણમાં

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સોમવારના રોજ ભરૂચ જિલ્લાના પ્રભારી અને નિરીક્ષકો દ્વારા તાલુકા કક્ષાએ ગયેલા નિરીક્ષકો પાસેથી ઉમેદવારોના નામો મેળવવામાં આવ્યા હતા.

સેન્સ પ્રક્રિયા
સેન્સ પ્રક્રિયા

By

Published : Feb 1, 2021, 12:20 PM IST

  • ભાજપના પ્રદેશ કક્ષાના નિરીક્ષકો દ્વારા ઉમેદરોની પસંદગી પ્રક્રિયા શરુ
  • તાલુકાના નિરીક્ષકો પાસેથી નામો મેળવી પ્રદેશ કક્ષાએ મોકલાશે
  • આગામી સમયમાં નામની જાહેરાત કરાશે

ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે. દરેક પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરુ કરી દીધી છે ત્યારે ભાજપ દ્વારા તાલુકા કક્ષાએથી નામો મેળવ્યા બાદ જિલ્લાના નિરીક્ષકો દ્વારા તેઓ પાસેથી ઉમેદવારોના નામો મેળવવામાં આવ્યા હતાં.

ચકાસણી કર્યા બાદ પ્રદેશ કક્ષાએ નામો મોકલવામાં આવશે

સોમવારનાં રોજ હોટલ રંગ ઇન ખાતે નિરીક્ષકો કિશોર કાનાણી, પ્રફુલ્લ પાનસેરિયા, અનિતાબહેન, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા સહિતના આગેવાનો દ્વારા નામો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા નામોની ચકાસણી કર્યા બાદ પ્રદેશ કક્ષાએ નામો મોકલવામાં આવશે અને ત્યાર બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

સેન્સ પ્રક્રિયા
ભરૂચમાં 3 નગરપાલિકા 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી

ભરૂચ જિલ્લામાં ભરૂચ અંકલેશ્વર અને જંબુસર એમ ત્રણ નગરપાલિકા તો 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે.

ABOUT THE AUTHOR

...view details