ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કહેર વચ્ચે અંકલેશ્વર GIDCમાં સ્વયંભૂ લોકડાઉન - અંકલેશ્વર GIDCમાં સ્વયં ભૂ લોકડાઉન

કોરોનાના કહેર વચ્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્વયં ભૂ લોકડાઉન જોવા મળ્યું હતું. બપોરે 2 વાગ્યા પછી વેપારીઓએ જાતે જ દુકાન બંધ કરી લોકડાઉનમાં પોતાનો સહયોગ દર્શાવ્યો હતો.

ભરુચ
ભરુચ

By

Published : Jul 18, 2020, 5:37 PM IST

ભરુચ: કોરોનાના કહેર વચ્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્વયં ભૂ લોકડાઉન જોવા મળી રહ્યું છે. બપોરે 2 વાગ્યા પછી વેપારીઓએ દુકાન બંધ કરી તંત્રને સહયોગ આપ્યો હતો.

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નોટીફાઈદ એરિયા ઓથોરીટી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી વેપારીઓને સવારે 7 થી બપોરે 2 કલાક સુધી જ દુકાનો ખુલ્લી રાખવા અપીલ કરવામાં આવી હતી.

જેના પગલે વેપારીઓએ આજે બપોરે 2 કલાકે દુકાન બંધ કરી દીધી હતી અને લોકડાઉનમાં પોતાનો ફાળો આપ્યો હતો. તંત્રના પ્રયાસો વચ્ચે લોકો પણ હવે તંત્રને સહકાર આપે અને કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા પ્રયાસો કરે એ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details