ગુજરાત

gujarat

By

Published : Nov 12, 2020, 1:22 PM IST

ETV Bharat / state

જાણો ભરૂચમાં 11થી 17 નવેમ્બરે કેટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે?

ભરૂચ જિલ્લામાં ફટાકડા ફોડવા અંગે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે 8થી 10 કલાક સુધી જ ફટાકડા ફોડવાની તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી છે.

જુઓ... ભરૂચમાં 11થી 17 નવેમ્બર કેટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે?
જુઓ... ભરૂચમાં 11થી 17 નવેમ્બર કેટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે?

  • ભરૂચમાં જાહેર માર્ગ પર ફટાકડા ફોડવા પ્રતિબંધિત
  • ભરૂચ જિલ્લામાં ફટાકડા અંગે તંત્ર દ્વારા જાહેરનામું
  • રાત્રે 8થી 10 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે


ભરૂચઃ જિલ્લામાં આવેલા તમામ જાહેર માર્ગો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તો દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે 8થી 10 કલાક સુધી જ ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડી શકાશે. તે પ્રકારનું જાહેરનામું ભરૂચ વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં પ્રતિ વર્ષની માફક દિવાળીનો પર્વ ઊજવવામાં આવશે. જાહેર રસ્તા પર ફટાકડા ફોડવાથી જાહેર સલામતીને અવરોધ તથા ટ્રાફિકને અડચણ થાય છે, ત્યારે 11 નવેમ્બરથી 17 નવેમ્બર સુધીના દિવસો દરમ્યાન ભરૂચ જિલ્લામાં આવેલા જાહેર માર્ગો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

નક્કી કરેલા સમય સિવાય ફટાકડા ફોડશો તો તંત્ર કાર્યવાહી કરશે
આ વર્ષે કોરોના મહામારી અને પ્રદૂષણના પગલે રાજ્ય સરકાર દ્વારા ફટાકડા ફોડવા અંગે ગાઈડ લાઈન આપવામાં આવી છે. તે મુજબ જ ભરૂચ વહિવટી તંત્ર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે 8થી 10 કલાક સુધી ખુલ્લી જગ્યા અને કોમન પ્લોટમાં જ ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંતના અન્ય કોઈ સમેય ફટાકડા ફોડતા ઝડપાશો તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details