ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ સિટીઝન કાઉન્સીલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘રેવા અરણ્ય પ્રોજેક્ટ’ના બીજા તબક્કાનો પ્રારંભ - સામાજિક વનીકરણ વિભાગ

ભરૂચ સિટીઝન કાઉન્સીલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આકાર પામનાર રેવા અરણ્ય પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગોલ્ડનબ્રીજથી ગડખોલ પાટીયા સુધીના માર્ગ પર ગ્રીનબેલ્ટ ઉભો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રેવા અરણ્ય પ્રોજેક્ટ
રેવા અરણ્ય પ્રોજેક્ટ

By

Published : Aug 19, 2020, 3:10 PM IST

ભરૂચ : જિલ્લા સિટીઝન કાઉન્સીલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આકાર પામનાર રેવા અરણ્ય પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રારંભ બુધવારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યો છે.

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે પક્ષીઓના આશ્રયસ્થાન અને વૃક્ષ આચ્છાદિત વન ‘રેવા અરણ્ય‘ અંકલેશ્વર ગડખોલ પાટિયા સ્થિત સામ્રાજ્ય સોસાયટીના સામેના વિસ્તારથી ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડા સુધી વિકસાવવાનું કાર્ય ભરૂચ સિટિઝન કાઉન્સીલ ટ્રસ્ટ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

રેવા અરણ્ય પ્રોજેક્ટ

ગત વર્ષે પ્રથમ તબક્કામાં ગડખોલ પાટિયા નજીક સામ્રાજ્ય સોસાયટી સામે 590 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જે પૈકી હાલમાં 560 જેટલા વૃક્ષો હયાત છે. ત્યાર બાદ બુધવારે બીજા તબક્કાનો પ્રારંભ ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડે બોરભાઠા તરફ જવાના રસ્તે ધારાસભ્ય દુષ્યંત પટેલ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઇ, ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી, પ્રોજેક્ટના કોઓર્ડિનેટર મહમ્મદ જાડલીવાલ, કૃષિ તજજ્ઞ નિતિનભાઈ, સહયોગી ઉધોગોના પ્રતિનિધિઓ, રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્યો, સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

આ તબક્કામાં 6 હજાર જેટલા વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો લક્ષ્યાંક છે. ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગના ભાવના દેસાઈના માર્ગદર્શન હેઠળ આ જગ્યા ઉપર અકીરા મિયાવાકી વન ઉભું કરવામાં આવશે. અકીરા મિયાવાકી પદ્ધતિ એટલે વૃક્ષો વચ્ચે ઝડપથી વિકાસ પામવાની સ્પર્ધા થાય તે રીતે વૃક્ષોની વાવણી કરવામાં આવશે.આ પદ્ધતિ અંતર્ગત 900 ચોરસ મીટરમાં 1800 થી 2000 રોપાઓનું પ્લાંટેશન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details