ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં કોરોના વેક્સિનેશનના બીજો તબક્કાનો પ્રારંભ

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભારતમાં કોરોના વેક્સિને રફતાર પકડી છે ત્યારે મંગળવારના રોજથી ગુજરાતમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં મહેસૂલી કર્મચારી, પોલીસ વિભાગ શીટ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓને વેક્સિન મૂકવામાં આવી હતી.

ભરૂચમાં કોરોના વેકસીનેશનના બીજો તબક્કાનો પ્રારંભ
ભરૂચમાં કોરોના વેકસીનેશનના બીજો તબક્કાનો પ્રારંભ

By

Published : Feb 3, 2021, 7:22 AM IST

  • ગુજરાતમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ
  • ભરૂચમાં કોરોના વેકસીનેશનના બીજો તબક્કાનો પ્રારંભ
  • પોલીસ વિભાગના Dysp સહિત 50 અધિકારીઓએ વેક્સિન મુકાવી

ભરૂચ: કોરોના મહામારી વચ્ચે આજથી વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે ભરૂચ ક્લેક્ટર ડૉ.એમ.ડી.મોડીયા અને SP રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અધિકારીઓએ કોરોના વેક્સિન મુકાવી હતી.

વેકસીન સંપૂર્ણ સુરક્ષિત: ડૉ.એમ.ડી.મોડિયા, ક્લેક્ટર

ત્યારે ભરૂચમાં પણ ઉચ્ચ અધિકારીઓએ વેક્સિન મુકાવી હતી. ભરૂચ ક્લેક્ટર ડૉ.એમ.ડી.મોડીયા અને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોનાની કોરોના વેક્સિન મુકાવી હતી. આ સાથે જ પોલીસ વિભાગના Dysp સહિત 50 અધિકારીઓએ પણ વેક્સિન મુકાવી હતી. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે તેવું ભરૂચ કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ જણાવ્યુ હતું.

ભરૂચમાં કોરોના વેકસીનેશનના બીજો તબક્કાનો પ્રારંભ

વેકસીનનો સુવર્ણ યુગ: રાજેન્દ્રસિંહ ચુડાસમા, SP

તો બીજી તરફ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ રસી મુકાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, કોરોનાના પડકારજનક દિવસો બાદ વેક્સિનેશનના આ સુવર્ણ દિવસો છે ત્યારે દરેક લોકો વેક્સિન મુકાવે અને તેના પછી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરના નિયમોનું પાલન કરે.

ABOUT THE AUTHOR

...view details