ભરુચ: ભરૂચમાં લૉકડાઉન વચ્ચે પાંચબત્તી વિસ્તારમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા દેશમાં ચોથા ચરણનું લૉક ડાઉન હવે અંતિમ તબક્કામાં છે તો બીજી તરફ ભરૂચમાં કોરોના વાયરસની પરિસ્થિતિ અંશત:કાબૂમાં છે ત્યારે લોકોમાંથી કોરોનાનો ડર જાણે દૂર થઇ ગયો હોય એવા દ્રશ્યો બહાર આવ્યાં છે.
ભરૂચમાં લૉકડાઉન વચ્ચે પાંચબત્તી વિસ્તારમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો - Lockdown
ભરૂચમાં લૉકડાઉન વચ્ચે પાંચબત્તી વિસ્તારમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. એટલું જ નહીં, સામાન્ય દિવસો કરતા પણ આ વધારે ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકોમાં જાણે કોરોનાનો ડર રહ્યો ન હોય તેવું આ દ્રશ્યો જોઇને લાગી રહ્યું હતું.
ભરૂચમાં લૉક ડાઉન વચ્ચે પાંચબત્તી વિસ્તારમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આજે સવારના સમયે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી પાંચબત્તીથી બી.એસ.એન.એલ.કચેરી સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. ટ્રાફિક જામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. લૉક ડાઉનમાં છૂટ મળતાંની સાથે જ લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી રહ્યાં છે જે માર્ગો પર દેખાઈ રહ્યું છે.