ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ નજીક હાઈવે પર સરોવર હોટલને તંત્રએ કરી સીલ - Bharuch Municipality

ભરૂચ નજીક હાઈવે પર કેબલ બ્રીજ પાસે આવેલા સરોવર હોટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

Bharuch
ભરૂચ

By

Published : Oct 10, 2020, 1:21 PM IST

  • ભરૂચ હાઈવે પર સરોવર હોટલને તંત્ર દ્વારા સીલ કરાઇ
  • બોડાની પરવાનગી ન હોવાના કારણે લેવાયો નિર્ણય
  • ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ

ભરૂચ: ભરૂચ નજીક હાઈવે પર કેબલ બ્રીજ નજીક 6 માસ પૂર્વે સરોવર નામની હોટલ શરુ કરવામાં આવી હતી. જોકે, હોટલ માટે સંચાલકોએ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી બોડાની જરૂરી પરવાનગી લીધી ન હતી.

આ અંગેની ફરિયાદ મળતા જ અધિકારીઓની ટીમ હોટલ પર પહોચી હતી અને સંચાલકો પાસે જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. જોકે તે ન મળતાં હોટલને સીલ કરી દેવામાં આવી છે. જેમાં તંત્રની કામગીરીના પગલે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details