ભરૂચમાં એપેક્ષ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા અને દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગલતીર્થ સોસાયટીમાં રહેતા અનંત પટેલે તેમની સાથે રૂપિયા 21 કરોડની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ ભરૂચ શહેર A ડીવીઝન પોલીસ મથકે નોધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર મૈસુર ખાતે આવેલ કીરલોસ્ક્ર કંપનીનો સ્ક્રેપ અને જમીનના સોદા માટે તેઓએ વર્ષ 2010-11માં અમદાવાદની નીજીયોન ટ્રેડિંગ કંપનીના ડાયરેકટરોનો સંપર્ક સાધ્યો હતો.
ભરૂચના વેપારી સાથે 21 કરોડની છેતરપિંડી થતા ચકચાર - bharuch news
ભરુચ: મૈસુર ખાતે આવેલ કંપનીના સ્ક્રેપ અને જમીનનો સોદો કરાવી આપવાના બહાને ભરૂચના વેપારી સાથે રૂપિયા 21 કરોડની છેતરપિંડી થતા ચકચાર મચી જવા પામી છે.
નીજીયોન કંપનીના ડાયરેકટરોએ કુલ રૂપિયા 96 કરોડનાં સોદામાં રૂપિયા 21 કરોડ ટોકન પેટે લઇ લીધા હતા..જો કે, બાદમાં કંપનીના સંચાલકો દ્વારા વારંવાર વેપારીને ઉડાઉ જવાબ આપવામાં આવતો હતો. વેપારીએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ડાયરેકટરોએ આ જ કંપનીનો સ્ક્રેપ અને જમીન અન્ય કંપનીને વેચી દીધી છે. જેના પગલે તેઓએ અમદાવાદની નીજીયોન ટ્રેડિંગ કંપનીના રામચંદ્ર ચૌધરી, રાજેન્દ્ર અમૃતલાલ, રઘુ પટેલ, યોગેશ પટેલ, નવીન પટેલ, વિનોદ ગોયેલ અને દર્શન ચુડીવાલા વિરુદ્ધ ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.