ભરૂચઃ અંકલેશ્વરમાં લૂંટારાઓ યૂનિયન બેન્કમાં (Union Bank) ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી. અંકલેશ્વરના પિરામણનાકા નજીક યુનિયન બેન્કમાં લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાના લાઇવ વીડિયો સામે આવ્યા હતા. લૂંટારાઓએ પોલીસ (Robbery at Union Bank)ઉપર ફાયરિંગ કરીને નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં 2 લૂંટારુ ઝડપાયા હતા. પોલીસે નાકાબંધી (Ankleshwar Police)કરીને લૂંટારૂ પાસેથી કેટલીક રકમ પણ પાછી મેળવી હતી.
અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ આ પણ વાંચોઃએક જ પરિવારની દુશ્મનીએ લીધું ઉગ્ર સ્વરૂપ ને પછી... ખેલ ખલાસ
લૂંટારૂઓ બાઇક પર બેસીને ફરાર -પ્રાથમિક માહિતી પ્રમાણે યૂનિયન બેન્કમાં ત્રણ લૂંટારા ત્રાક્યા (Robbery incident in Ankleshwar)હતા. એક આરોપીને ગોળી વાગતા સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બે લૂંટારાને ઝડપી લેવામાં આવ્યા અને બાકીના લૂંટારાને પકડવા નેશનલ હાઇવે સહિત એક્ઝીટ પોઇન્ટ ઉપર નાકાબંધી ગોઠવાઈ હતી. લૂંટરારૂઓ આવતા જ બેન્કનો સ્ટાફ ગભરાઈને ટેબલ નીચે બેસી ગયો હતો. લૂંટારૂઓ બાઇક પર બેસીને ફરાર થઈ ગયા હતા. પોલીસે નાકાબંધી કરીને બે લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃલઠ્ઠાકાંડ બાદ પોલીસ એકશનમાં, મોટી માત્રમાં ઝડપાયા કેમિકલના બેરલ