નર્મદા નદી કિનારેથી 11 ફૂટ લાંબા મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ - ભરૂચ
ભરૂચ: ઝઘડીયાના પોરા ગામે નર્મદા નદી કિનારેથી 11 ફૂટ લાંબા મગરને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો.ઝઘડિયા તાલુકાના પોરા ગામ નજીક નર્મદા નદી કિનારેની કોતરમાંથી વન વિભાગ અને સેવ એનિમલની ટીમે મહાકાય મગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડી સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
11 ફૂટ લાંબા મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું
સલીલામાં નર્મદામાં મોટા પ્રમાણમાં મગર વસવાટ કરે છે ત્યારે ઝઘડીયા તાલુકાના પોરા ગામ પાસે નર્મદા નદીના કિનારે એક મગર આવી ચઢ્યો હતો.ગ્રામજનોએ આ અંગેની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને 1 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન કરી 11 ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો હતો.તેણે સરદાર સરોવરના ક્રોકોડાઈલ પાર્કમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી.