અંકલેશ્વર તાલુકામાં કમોસમી વરસાદના કારણે કપાસ, તુવેર, સોયાબીન અને શાકભાજીને નુકસાન પહોંચ્યુ હતુ. ઉપરાંત ચક્રવાત સાથે આવેલા માવઠાના કારણે ઓક્ટોબરમાં શરૂ થનાર રવિ પાકનું વાવેતર હજુ સુધી થઇ શક્યું નથી. જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં મૂકાયાં છે.
અંકલેશ્વરમાં રવિ પાકની સીઝન બે મહિના પાછળ ઠેલાતાં ધરતીપુત્રોમાં નિરાશા - Ankleshwar latest news
અંકલેશ્વરઃ તાલુકામાં માવઠાના કારણે ખેતરોમાં વરાપ થયું ન હોવાથી રવિ પાકનું વાવેતર દોઢથી બે મહિના લંબાઇ તેવી શકયતા છે. જેના કારણે રવિ પાકની સિઝન પાછળ ઠેલાતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયાં છે.
રવિ પાકની સીઝન દોઢથી બે મહિના થઈ મોડી
આમ, રવિ સીઝન મોડી આવવાના કારણે ઉત્પાદન પર અસર થતાં ચિંતા ખેડૂત ચિંતામાં છે. નર્મદા કાંઠે આવેલાં માંડવા અને આસપાસના ગામોની સીમમા હજુ નર્મદાના પાણી ઓસર્યા નથી. આ વિસ્તારમાં આંબા, કેળા અને શાકભાજીની માંથી ખેડૂતોને હાથ ધોવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ ખેતરોમાં હજુ સુધી પાણી ભરાયેલાં હોવાથી રવિ પાકના વાવેતરની પણ કોઈ શક્યતા નજરે પડતી નથી.