અંકલેશ્વરઃ અંકલેશ્વરના નવા હરિપુરા ગામે રામમંદિરના શિલાન્યાસ સાથે કારસેવકોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અયોધ્યા ખાતે રામ મંદિરના શિલાન્યાસ સાથે જાણે આખા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. 1990માં યોજાયેલા રામમંદિર કારસેવા માટે અંકલેશ્વર શહેર અને ગ્રામ્યમાંથી કારસેવા માટે અનેક લોકો ગયાં હતાં. કાર સેવા કરનાર અંકલેશ્વર હરિપુરા ગામના ઠાકોરભાઈ પટેલ, વર્તમાન જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા મગન વસાવા, ભરતભાઈ ભગવાનભાઇ પટેલનું શિલાન્યાસ થતાંની સાથે ગામના હરિહર મંદિર ખાતે તેમનું ફૂલ માળા પહેરાવી તેમ જ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
અંકલેશ્વરના નવા હરિપુરા ગામે રામમંદિર કારસેવકોનું સન્માન કરાયું - Ayodhya karsevaks
અયોધ્યામાં રામ જન્મભૂમિ શિલાન્યાસનો અવસર હોય અને ગુજરાતના કારસેવકો યાદ ન આવે તેવું બની શકે નહીં. અંકલેશ્વરના નવા હરિપુરા ગામમાં આજે આનંદ-ઉલ્લાસના ભાવ સાથે કેટલાક કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કારસેવકો 1990માં યોજાયેલ રામમંદિર કારસેવા માટે અયોધ્યા ગયાં હતાં. હવે ત્રીસ વર્ષ બાદ ભવ્ય રામમંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થવાની શરુઆતના પ્રસંગે કારસેવકો હરખાઈ ઉઠ્યાં છે અને તે સમયના સંસ્મરણો વાગોળી રહ્યાં છે.
અંકલેશ્વરના નવા હરિપુરા ગામે રામમંદિર કારસેવકોનું સન્માન કરાયું
તેમજ મૃતક કારસેવકોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ ગામમાં 1100 લાડુનું વિતરણ કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.