ભરૂચઃ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અંકલેશ્વરના જૂના દીવા ગામે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં યોગ્ય વળતરની માંગ કરી રહેલ ખેડૂતો મુદ્દે તેઓએ રજૂઆત કરી છે.
વડોદરા મુંબઈએક્સપ્રેસ વે માટે અંકલેશ્વર તાલુકાના જૂૂના દીવા ગામે તંત્ર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી છે અને બે દિવસ પહેલા કોન્ટ્રાકટર દ્વારા જમીનનો કબ્જો લેવા કાર્યવાહી કરવામાં આવી હતી. જેનો ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ નોંધાવતા પોલીસે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી હતી.