ભરૂચ: રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા સાંસદે અપીલ કરી છે. હાલ પોતે ઘરે સેલ્ફ આઈસોલેશનમાં છે.
રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોના પોઝિટિવ - CORONA NEWS
કોરોનાનો કાળો કહેર રાજકારણીઓ પર પણ યથાવત છે. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા સાંસદે અપીલ કરી છે. હાલ પોતે ઘરે સેલ્ફ આઈસોલેશનમાં છે.
રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે. પોતાના ઘરે જ સેલ્ફ આઈસોલેશનમાં છે. કોરોના દિનપ્રતિદિન કહેર વરસાવી રહ્યો છે ત્યારે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંસદે ગુરુવારે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલે તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું . પટેલ તેમના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને સેલ્ફ આઈસોલેટ થયા છે. અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.