ભરૂચ: શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર અને હાંસોટમાં 4-4 ઇંચ વરસાદ ખાબકતા અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. જેમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં બારે મેઘખાંગા થયા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેર-જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, રસ્તા પર પાણી પાણી
ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક થતાં અંકલેશ્વર હાંસોટ અને નેત્રંગમાં 4-4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં અંકલેશ્વર હાંસોટને જોડતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં 4-4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર કડકીયા કોલેજ નજીક વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોચી હતી. જેમાં મુખ્ય માર્ગ પર જ પાણી ફરી વળતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, તો ઠેર-ઠેર દીવાલ પડવાના અને વૃક્ષ ધરાશાયી થવાના બનાવો પણ બન્યા હતા.
ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના આંકડા...
- આમોદ 2.08 ઇંચ
- અંકલેશ્વર 4.9 ઇંચ
- ભરૂચ 3.38 ઇંચ
- હાંસોટ 4.5 ઇંચ
- જંબુસર 1.33 ઇંચ
- નેત્રંગ 4 ઇંચ
- વાગરા 2.75 ઇંચ
- વાલિયા 2.1 ઇંચ
- ઝઘડિયા 2.75 ઇંચ