ગુજરાત

gujarat

ETV Bharat / state

Rain in Bharuch: ભરૂચમાં વરસાદના પધરામણા, ખેડૂતો વાવણીની શરૂઆત કરવા તત્પર બન્યા - વરસાદ હવામાન

ભરૂચમાં વતાવરણમાં પલટાની સાથે વરસાદ ધીમી( Rain in Bharuch)ધારે ચાલું થયો હતો. જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની સિઝનની શરૂઆત જોવા(Moonsoon Gujarat 2022 )મળી હતી. લોકોને પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ થયો હતો. ખેડૂતો તેમના ખેતરમાં સાફ સફાઈ કરી નવી સીઝનમાં જોતરાઇ ગયા છે.

Rain in Bharuch: ભરૂચમાં વરસાદના પધરામણા, ખેડૂતો વાવણીની શરૂઆત કરવા તત્પર બન્યા
Rain in Bharuch: ભરૂચમાં વરસાદના પધરામણા, ખેડૂતો વાવણીની શરૂઆત કરવા તત્પર બન્યા

By

Published : Jun 16, 2022, 3:09 PM IST

ભરૂચ: જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો છવાતાંની (Moonsoon 2022 )સાથે ભરૂચ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની સિઝનની શરૂઆત જોવા મળી હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ, શક્તિનાથ, લિંક રોડ, ઝાડેશ્વર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ અને ભરૂચ જિલ્લા (Moonsoon Gujarat 2022 )અને તાલુકાના ગામડાઓમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.

વરસાદ

આ પણ વાંંચોઃRain in Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, જૂઓ કેટલો પડ્યો પહેલો વરસાદ

પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ -ભરૂચમાં વરસાદી માહોલ ( Rain in Bharuch)ધીમી ગતિએ જામતો હોય તેમ બે દિવસથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગામોમાં સિઝનના પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ થયો હતો. ખેડૂતો તેમના ખેતરમાં સાફ સફાઈ કરી નવી સીઝનમાં જોતરાઇ ગયા છે.

આ પણ વાંંચોઃHeavy Rain in Bhavnagar: મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

હવામાનની આગાહી -આ વર્ષે હવામાનના વિભાગ દ્વારા ચાર મહિના વરસાદ હોવાની માહિતી આપતાની સાથે જ ધરતીપુત્રોમાં આશાનું કિરણ ઉઠયું છે. હવે એક વરસાદ સારો પડશે ત્યારે ખેડૂતો તેમના ખેતરમાં પાકોની વાવણીની શરૂઆત કરવા તત્પર બન્યા છે અને હવામાનની આગાહી સાચી પડે અને જિલ્લાભરમાં સારો વરસાદ થાય તે આશા સેવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details