ભરુચઃ રાજપારડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે નેત્રંગ રોડ પર આવેલા નવામલજીપરા ગામના બસ સ્ટેશન પાસે ખેતરમાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 4,320 નંગ બોટલ મળી કુલ 6.76 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરુચ બે અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો, 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો - કુખ્યાત બુટલેગર વિજય અમરસંગ વસાવા
ભરુચ એલસીબી અને રાજપારડી પોલીસે બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય બુટલેગર સહિત ત્રણ બુટલેગરો ફરાર થઈ ગયા હતા.
પોલીસે રાજપારડી ગામમાં આવેલ શ્રીજી નગર સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર વિજય અમરસંગ વસાવા, અશોક અમરસંગ વસાવા અને અમિત ઠાકોરભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરુચ એલસીબી પોલીસે બાતમીના આધારે રાજપારડી ગામમાં આવેલા શ્રીજી નગર સોસાયટીમાં કુખ્યાત બુટલેગર વિજય અમરસંગ વસાવાને ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસે ઘરની બહાર પાર્ક કરેલી ઇન્ડિકા કાર અને એક્ટિવા મોપેડમાંથી વિદેશી દારૂની 978 નંગ બોટલ મળી કુલ રૂપિયા 3.81 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મુખ્ય બુટલેગર સહિત અમિત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.