ભરૂચ : વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો છે.
અંકલેશ્વર હાઇવે પરથી કેરીના બોક્ષની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો - Quantity of foreign liquor seized
અંકલેશ્વર શહેર પોલીસે નેશનલ હાઇવે પર આવેલા મૂલદ ટોલ નાકા પાસેથી કેરીના બોક્ષની આડમાં લઇ જવાતો રૂપિયા 37 હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સહિત 3.57 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં.
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેબલ બ્રીજનાં ટોલ પ્લાઝા પર શંકાના આધારે એક કારને રોકી તેમાં તપાસ કરવામાં આવી હતી. જો કે પહેલા તો પોલીસને કેરીના બોક્ષ મળી આવ્યા હતા, પરંતુ બાદમાં કેરીની નીચે જોતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કેરીના બોક્ષની આડમાં લઈ જવાતા 37 હજારથી વધુના વિદેશી દારૂનો જથ્થો અને બે ફોન તેમજ ટાવેરા ગાડી મળી કુલ 3.57 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે બે ખેપિયાઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.