ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન - Public Awareness Rally Bharuch

ભરૂચઃ જિલ્લા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન કરવામ આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વીજયે લીલીઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

bharuch
ભરૂચમાં વન વિભાગ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન

By

Published : Jan 13, 2020, 8:09 PM IST

ઉત્તરાયણનાં પર્વ પર પતંગના દોરાથી પશુ પક્ષીઓ ઘવાતા હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષથી કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત લોકોમાં જાગૃતતા આવે તે માટે ભરૂચ વન વિભાગ દ્વારા શહેરની શ્રવણ ચોકડી ખાતેથી જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં વન વિભાગ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન

જે આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જેમાં વિવિધ સંસ્થાના સભ્યો અને વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. પતંગનાં દોરાથી પક્ષીઓ સલામત રહેએ માટે માર્ગદર્શન આપવામાં આવ્યં હતું.

ABOUT THE AUTHOR

...view details