- લોકડાઉનના કારણે ટ્રાવેલ્સના વ્યવસાય પર માઠી અસર
- બસો ચાલતી ન હોવાથી ટેક્સ ભરવાના પડી રહયાં છે ફાંફા
- વાહનોને 100 રૂપિયાની પાવતી પર નોન યુઝ કરવા રજૂઆત
ભરૂચ: જિલ્લામાં ગયા વર્ષે માર્ચ મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવતાં બસો તથા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. લોકડાઉન બાદ હવે જનજીવનની ગાડી પાટા પર આવી રહી છે પણ સરકારના એક નિર્ણયના કારણે ખાનગી લક્ઝરી બસો અને વાહનોના સંચાલકોની હાલત કફોડી બની છે. કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો હોવાથી હજી બસો અને ખાનગી વાહનો બરાબર ચાલી રહ્યાં નથી. તેવામાં ચાલતી ન હોય તેવી બસોનો પણ ટેક્સ સરકાર એડવાન્સમાં લઇ રહી છે. ટેક્સ ભરવાના ફાંફા પડતાં હોવાથી ગુજરાતની જાણીતી ટ્રાવેલ્સ કંપની 'પટેલ ટ્રાવેલ્સે' પણ 50 જેટલી બસો વેચી નાંખી છે. પટેલ ટ્રાવેલ્સની આવી હાલત હોય તો નાના વ્યવસાયકારોની શું વિસાત..?
આ પણ વાંચો:રાજ્ય સરકાર અમારી માગ નહીં સંતોષે તો આંદોલન કરીશુંઃ ધંધુકાના વીજકર્મીઓ