ભરૂચ: શહેેેેેેેેેેેેેરની નજીકના હાઈવે બાદ હવે શહેરમાં પણ ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિએ ભરડો લીધો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઇ રહી છે, અને ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે ટ્રાફિક સીટી તરીકે પ્રખ્યાત ભરૂચમાં છેલ્લા 4 દિવસથી નેશનલ હાઈવે પર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના પગલે ગોલ્ડનબ્રીજમાં વાહનોનું ભારણ વધતા અહીં પણ ટ્રાફિકજામ સર્જાઈ છે.
ભરૂચ નજીક હાઈવે બાદ શહેરમાં પણ ટ્રાફિકજામની સમસ્યાએ ભરડો લીધો - ભરૂચ ગોલ્ડનબ્રિજ
ભરૂચ નજીક હાઈવે બાદ શહેરમાં પણ ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિએ ભરડો લીધો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઇ છે. તેમજ દહેજને જોડતા બ્રીજ પર ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અટવાયા છે.
આ બાદ ટ્રાફિક જામનો ભરડો દહેજ રોડ પર આવેલા નંદેલાવ ઓવરબ્રિજ સુધી પહોચ્યો છે. આથી નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. આ માર્ગ પરથી સળીયા પણ બહાર આવી ગયા છે, જેના પગલે વાહનોની ગતિ અવરોધાઇ રહી છે. અને જેથી પીકઅવર્સમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો આ માર્ગ પરથી ભારે વજન ધરાવતા વાહનો પણ આ માર્ગ પરથી પસાર થાય છે. આ માર્ગ પરની ટ્રાફિક સમસ્યાને લઇને વાહન ચાલકોએ કલાકોના કલાકો બગડે છે. આથી બિસ્માર બનેલા માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે એ જરૂરી છે.