ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચના નેત્રંગ(natrang legislative assembly) ખાતે સભા સંબોધી હતી. સંબોધન દરમિયાન તેમણે માંડવી તાલુકાના કાંકરાપાર ગામના બે નિરાધાર ભાઈઓને યાદ કર્યા(Remembered two destitute brothers) હતા. બે ભાઈઓ જય અને અવીના માતા પિતા અને દાદા દાદી ૪ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. બંને ભાઈઓ એકબીજાની સાર સંભાળ રાખે અને ગ્રામજનોની મદદથી જાતે જ જમવાનું બનાવવું અને ભણવાનું શરૂ કર્યું હતું. જેનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચતા તેની તમામ જવાબદારી ઉઠાવવાનું નક્કી કર્યું હતું.
બે બાળકોનો સંઘર્ષનો આખરે અંત, મોદી બન્યા માવતર - અવિ અને જયના સંઘર્ષની હૃદયસ્પર્શી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચના નેત્રંગ(natrang legislative assembly) ખાતે સભા સંબોધી હતી. સંબોધન દરમિયાન તેમણે માંડવી તાલુકાના કાંકરાપાર ગામના બે નિરાધાર ભાઈઓને યાદ કર્યા(Remembered two destitute brothers) હતા. બે ભાઈઓ જય અને અવીના માતા પિતા અને દાદા દાદી ૪ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. બંને ભાઈઓ એકબીજાની સાર સંભાળ રાખે અને ગ્રામજનોની મદદથી જાતે જ જમવાનું બનાવવું અને ભણવાનું શરૂ કર્યું હતું. જેનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચતા તેની તમામ જવાબદારી ઉઠાવવાનું નક્કી કર્યું હતું.
વીડિયોના આધારે મળી મદદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગ ખાતેની સભામાં માંડવી તાલુકાના કાંકરાપાર ગામના બે નિરાધાર બાળક ભાઈઓને યાદ કર્યા હતા. બે નિરાધાર બાળકો કે જેમના નામ જય અને અવી છે. અવી ધોરણ 9 માં અભ્યાસ કરે છે અને જય ધોરણ 6 માં અભ્યાસ કરે છે. જેઓના માતા પિતા અને દાદા દાદી ૪ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેઓ નિરાધાર બન્યા હતા. જય અને અવી બંને ભાઈઓ એકબીજાની સાર સંભાળ રાખે અને ગ્રામજનોની મદદથી જાતે જ જમવાનું બનાવતા હતા. સાથે કામ કરીને ભણવાનું પણ શરૂ કર્યું હતું. આ બંને બાળકોની હિંમતને જોઈને ગ્રામજનો અને ગામના કેટલાક સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા લોકોએ ખજૂરભાઈને વાત કરી હતી. ત્યારબાદ ખજૂરભાઈ આ બંને બાળકો માટે મકાન બનાવી આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ વીડિયો પહોંચતા તેમણે બન્ને બાળકોની જવાબદારી ઉઠાવવાનું નક્કી કર્યું હતું. જે મકાન ખજૂર ભાઈએ બનાવ્યું હતું તે મકાનને પીએમ આવાસ યોજના હેઠળ પરિવર્તિત કરીને તેઓના ઘરના અન્ય સામાન અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરીને આ બંને બાળકોને અવી અને જય ને આપવામાં આવી હતી.
બન્ને બાળકોનો ખર્ચ ઉઠાવશે PM: આજે પીએમ નરેન્દ્ર મોદીએ બંને બાળકો સાથે 15 થી 20 મિનિટ વાત કરી હતી. આ વાત દરમિયાન જાણવા મળ્યું કે મોટો બાળક અવી ચૌધરી જે ધોરણ નવમાં ભણે છે અને તે ભણીને કલેક્ટર બનવા માંગે છે. જ્યારે જય ડોક્ટર બનવા માંગે છે. તેઓની આ વાત સાંભળીને નરેન્દ્ર મોદીએ લોકોના ભણતરનો અને તમામ સુવિધાઓનો ખર્ચ પોતે ઉપાડશે. તેમણે આ બંને બાળકોને જણાવ્યું હતું કે તમારે ઉચ્ચસ્તર શિક્ષણ લેવા માટે દિલ્હી આવી જાઓ ત્યાં તમે ભણજો. હું તમારી દરેક બાબતનું ધ્યાન રાખીશ ત્યારે આ બાળકોએ ઈટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે થોડા સમય બાદ અહીંયાનું ભણતર પૂરું કરીને ઉચ્ચ શિક્ષણ માટે મોદી સાહેબના કહેવા પ્રમાણે દિલ્હીથી જઈને બાકીનું શિક્ષણ પૂરું કર્યું છે.