ગુજરાત

gujarat

ETV Bharat / state

Power crisis in the state: ઉદ્યોગોમાં અઠવાડિયામાં એક દિવસ વીજ કાપને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યો

રાજ્યમાં વીજ કટોકટીના (Power crisis in the state )લીધે રાજ્ય સરકારે ઉદ્યોગોમાં અઠવાડિયામાં એક દિવસ વીજ કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝએ (Ankleshwar Industries Associatio)આવકાર્યો છે. ખેડૂતો માટે ઉદ્યોગોએ થોડો ભોગ આપવા તૈયાર છીએ અને આ સરકારના નિર્ણયને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ આવકારે છે.

Power crisis in the state: ઉદ્યોગોમાં અઠવાડિયામાં એક દિવસ વીજ કાપને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યો
Power crisis in the state: ઉદ્યોગોમાં અઠવાડિયામાં એક દિવસ વીજ કાપને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યો

By

Published : Apr 1, 2022, 2:32 PM IST

ભરૂચઃ રાજ્યમાં સર્જાયેલ વીજ કટોકટીને પગલે ઉદ્યોગો પર (Power cuts to industries in the state )અઠવાડિયામાં એક દિવસ વીજ કાપ મુકવામાં આવ્યો છે. જેનો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે સ્વીકાર કરતા (Power crisis in the state )ખેડૂતો માટે ઉદ્યોગોએ પણ થોડો ભોગ આપવો જોઈએ તેમ કહ્યું હતું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ

ખેડૂતોના પાકને બચાવવા ભોગ આપવો પડે-અઠવાડિયામાં એક વાર વીજ કાપના પગલે 24 કલાક ધમધમતા ઉદ્યોગોને નુકસાન થશે તે નક્કી છે. પણ સરકારના આ નિર્ણય સાથેઅંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝએસોસિએશનના(Ankleshwar Industries Associatio)પ્રમુખ રમેશ ગાભાણીએ ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોના ઉભા મોલને બચાવવા થોડો ભોગ આપવો પડે તો તે સામે કોઈ વાંધો ન હોવાનું પણ કહ્યું હતું.

આ પણ વાંચોઃBjp Vs Congress on Electricity : વીજ કટોકટી દૂર કરવા વાઘાણીનું આશ્વાસન, તો સામેપક્ષે કોંગ્રેસે કરી દીધી આવી માગ

એક દિવસ ઉધોગ બંધ રહશે તો ચાલશે -તેમને એમ પણ જણાવ્યું હતું કે જો ખેડૂતોને વીજળી ન મળે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેનો ભોગ આપણે પણ બનવું પડે એના કરતાં એક દિવસ ઉધોગ બંધ રહશે તો ચાલશે. આ પરિપત્રને આવકારીએ છીએ .

આ પણ વાંચોઃGujarat Assembly 2022 : વીજ ઉત્પાદન લઈને ઇલેક્ટ્રિક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ, કોંગ્રેસના પ્રશ્નો પર સરકારે આપ્યો જવાબ

ABOUT THE AUTHOR

...view details