ભરૂચ સહિત રાજ્યની અનેક નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. કારણ કે, ઔદ્યગિક સંસ્થાઓ ગંદુ પાણી અને કચરો નદીમાં ઠાલવી રહ્યાં છે. જેથી ભૂગર્ભ જળ પ્રદૂષણનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખી પર્યાવરણ સુરક્ષા સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હયાત સુએજ ટ્રીટમેન્ટની વર્તમાન પદ્ધતિઓમાં બદલાવ કરવા અને નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આયોજન માટે હુકમો કર્યા હતા. સાથે જ ઓદ્યોગિક વસાહતો માટે નવા FETP બનાવવા અંગે નિર્દેશો આપ્યા હતા. પરંતુ આ અંગે કાર્યવાહી ન થતાં પ્રકૃતિ સુરક્ષા મંડળે પર્યવરણ વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે. તેમજ આ બેદરકારી દાખવનારી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
ભરૂચની નર્મદા નદીને પ્રદૂષિત થતાં અટકાવવા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત - ભરૂચની નર્મદા નદીનું પ્રદૂષિત
ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં પાલિકા અને GIDC પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવી રહ્યાં છે. જેના કારણે પાણી તો પ્રદૂષિત થઈ રહ્યું છે. તે સાથે તેઓ કોર્ટના આદેશનો પણ અનાદર કરી રહ્યાં છે. જેથી પ્રકૃતિ સુરક્ષા મંડળે નદીમાં થતાં પ્રદૂષણ અટકાવવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
ભરૂચ
ઉલ્લેખનીય છે કે, 2018માં દેશની 351 પ્રદૂષિત નદીની યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. જેમાં ગુજરાતની 20 નદી પ્રદૂષિત હોવાનું જાહેર કરાયું હતું. જે પૈકી ભરૂચ જિલ્લાની નર્મદા નદી, આમલાખાડી અને અમરાવતી નદીનો સમાવેશ કરાયો હતો.