ગુજરાત

gujarat

ETV Bharat / state

ટોળાએ અવળી શંકાઓના કારણે મહિલાના કપડાં ફાડી નાખ્યા, પોલીસે કરી કડક અપીલ - Bharuch Police

ભરૂચમાં બાળકો ઉઠાવવા આવ્યા હોવાની શંકાએ મહિલા (child kidnapped in Bharuch) અને એક પુરુષને લોક ટોળાએ મારા મારી કરી હતી. જેના પગલે આ ટોળાઓ વિરુદ્ધ બે અલગ અલગ બનાવોમાં ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. (Children abducted in Bharuch)

ટોળાએ અવળી શંકાઓના કારણે મહિલાના કપડાં ફાડી નાખ્યા, પોલીસે કરી કડક અપીલ
ટોળાએ અવળી શંકાઓના કારણે મહિલાના કપડાં ફાડી નાખ્યા, પોલીસે કરી કડક અપીલ

By

Published : Sep 27, 2022, 3:29 PM IST

ભરૂચ શહેરમાં બાળકો ઉઠાવવા આવ્યા હોવાની શંકાએ બે બનાવોમાં ત્રણ મહિલા અને એક પુરુષને ટોળા દ્વારા માર મારી (child kidnapped in Bharuch) કરીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. જેના પગલે આ ટોળાઓ વિરુદ્ધ બે અલગ અલગ બનાવોમાં ગુનો દાખલ કરીને 29 લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી (Children abducted in Bharuch) હાથ ધરી છે.

ટોળાએ અવળી શંકાઓના કારણે મહિલાના કપડાં ફાડી નાખ્યા, પોલીસે કરી કડક અપીલ

મહિલાના કપડાં ફાડી નાખ્યા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મહિલાઓ બાળકોનું અપહરણ કરવા માટે આવ્યા ન હતા. લોક ટોળા દ્વારા નિર્દોષ બે મહિલાઓને માર મારી કરવામાં આવી હતી. ગંભીર ઇજાઓના પગલે તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ મહંમદપુરામાં તારીખ 26ના રોજ રાત્રીના દસ વાગ્યાના અરસામાં પતિ પત્ની જઈ રહ્યા હતા. ત્યારે લોક ટોળાઓએ બાળકો ઉઠાવવાની શંકાએ માર મારી કરીને મહિલાના કપડાં ફાડી નાખ્યા અને પુરુષને ખૂબ ગંભીર (combat herd In Bharuch) રીતે ઈજાઓ પહોંચાડી હતી.

લોક ટોળાએ હુમલો કર્યો આ બનાવ અંગે પોલીસને જાણ થતા લોક ટોળાને વિખેરવા માટે પ્રયાસ કર્યા હતા. તે દરમિયાન પોલીસ કર્મીઓ ઉપર લોક ટોળાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ નિર્દોષ પતિ પત્નીને ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે લાવીને તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, તેઓ કોઈ બાળકો ઉઠાવવા આવ્યા ન હતા. પરંતુ રાત્રીના સમયે રિક્ષા ન મળતા તેઓ ચાલતા જઈ રહ્યા હતા. આ બનાવ દરમિયાન પોલીસ ઉપર હુમલો કરનાર લોક ટોળામાં રહેલા લોકો ઉપર રાયોટીંગનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. (Bharuch Police)

29 લોકોની ધરપકડ ભરૂચના SP ડોક્ટર લીના પાટીલના જણાવ્યા અનુસાર, ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ નિર્દોષ લોકોને મારા મારીના બનાવો અંગે ગુનો દાખલ કરીને કુલ 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, કોઈ શંકાસ્પદ વ્યક્તિ તમને જણાય તો તેઓને પકડીને પોલીસને જાણ કરી સોંપી દેવા જણાવ્યું હતું. પરંતુ કોઈ પણ વ્યક્તિ જો કાયદો હાથમાં લઈને નિર્દોષ લોકો ઉપર હુમલો કરશે અથવા તો મારપીટ કરશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. (Bharuch Crime News)

ABOUT THE AUTHOR

...view details